Future Programs

  • English as a Second Spoken Language

    TMST will introduce special self-learning video tutorials for “English as a Second Spoken Language”.
    The goal of this program will be to teach students conversational English language without students attending English medium schools.

  • Scholarship Programs

    Assist Needy Children in passing various government funded scholarship programs.
    TMST will offer on-line books and on-line video tutorials that will assist children is passing the scholarship programs.

Scholarship Examination Promotion Mission

“જ્યોતથી જ્યોત ઝળહળે જ્ઞાનની”

આચાર્યશ્રી / આચાર્યાશ્રી, પ્રાથમિક / માધ્યમિક શાળા – ગુજરાત

નમસ્તે,

સાધનોના અભાવના લીધે ક્યાંક સાધના અટકી ન પડે, ઉપકરણોના ઉપાર્જન વિના ક્યાંક વિદ્યાર્થીનો કારકિર્દી વિકાસ રૂંધાય ન જાય, એ બાબતને કાયમ માટે પ્રાધાન્ય આપી અને સમાજનું ઋણ ચુકવવાના આશયથી, અલ્પ આવક ધરાવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો જીવન વિકાસ અને સંસ્કાર સિંચનનું ભગીરથ કાર્ય સતત આગળ વધતુ રહે, અને વિદ્યાર્થીઓના ચારિત્ર ઘડતર દ્વારા રાષ્ટ્રનિર્માણનું કાર્ય પણ વેગવંતુ બને એ માટે માનવ પ્રેમીઓએ "જ્યોતથી જ્યોત ઝળહળે જ્ઞાનની" નામે એક મિશન ઉપાડયું છે. પ્રસ્તુત મિશન હેઠળ નીચેની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

1. ધોરણ 9 અને 10 માં તેમજ તે અગાઉના ધોરણમાં વિદ્યાર્થીઓને સાયન્સ કે તેમની રુચિ મુજબ પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

2. ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી વિવિધ પ્રકારની શાળાઓ - સરકારી, ગ્રાન્ટ ઈન એઈડ અને મ્યુનિસિપલ શાળાઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે,
(i) જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, (JNV), (ii) સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા ધોરણ-5, (iii) પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE) ધોરણ-6, (iv) National Means - Cum-Merit scholarship (NMMS) ધોરણ-8, (v) માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (SSE) ધોરણ-9, (vi) રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા, (NTSE) ધોરણ-10, જેવી પરીક્ષાઓની તૈયારીઓ વિદ્યાર્થીઓ સારી રીતે કરી શકે, તે માટેના સંદર્ભ સાહિત્યના પુસ્તકો વિદ્યાર્થીઓના સદુપયોગ માટે સંસ્થા તરફથી નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

સપ્ટેમ્બર 2021 થી શરૂ થયેલી “જ્યોતથી જ્યોત ઝળહળે જ્ઞાનની” પ્રવૃત્તિ દ્વારા અમને સમાજનું અંશતઃ ઋણ અદા કરવાની તક સુલભ થઈ છે અને હાલ 31 માર્ચ 2022 સુધીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓની 367 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.

વિદ્યાર્થી કારકિર્દી ઘડતર દ્વારા સમાજ નિર્માણ અને રાષ્ટ્રની પ્રગતિના આ મહાયજ્ઞમાં આપ આપની સંસ્થામાં આ પુસ્તકો વિનામુલ્યે મંગાવી શકો છો.

આપની શૈક્ષણિક સંસ્થામાં આ સંદર્ભ પુસ્તકો નિ:શુલ્ક મળી રહે તે માટે નીચે આપેલ google link નો ઉપયોગ કરશો. આ google link માં આપનો WhatsApp નંબર જણાવવો અનિવાર્ય છે, અને બધી જ વિગતો અંગ્રેજી અક્ષરોમાં લખવી આવશ્યક છે. જે શાળાને પુસ્તકો મોકલવામાં આવ્યા છે તે શાળા માટે ફરી વાર ગૂગલ શીટ ન ભરવી.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSedVf4m8BgC6s9vEcRyZkBf0JS6_oWfrqetiCpaVFUqTuVQ6g/formResponse