• તીર્થંકર મહાવીર શ્રુતજ્ઞાન ટ્રસ્ટ - TMST
    “અમારો ધ્યેય છે કે ગુજરાતનું એકપણ બાળક શિક્ષણની બાબતમાં પાછળ ન રહે”
    ભારતમાં આ પ્રથમ વખત બન્યું છે કે બાળકો માટે આ પ્રકારના
    સ્વ-શિક્ષણ વિડિયો ટ્યુટોરિયલ્સ સ્માર્ટ ફોન પર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
    TMST એપમાં ગ્રેડ 5th થી 10th સુધીના સ્વ-શિક્ષણ (self-learning) વિડિયો ટ્યુટોરિયલ્સ છે.
  • ભણતર
    કોઈપણ બાળક શિક્ષણમાં પાછળ ન રહે
    તેમની આર્થિક પરિસ્થિને અથવા તે જ્યાં રહે છે એ કારણે
  • બાળકો ના જ્ઞાન માં વધારો કરો
    આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેમનું ભણતર સીધા તેમના હાથમાં મૂકો
    સર્જનાત્મક એનિમેશન સાથે દરેક પ્રકરણ ના વિડિઓ ટ્યુટોરિયલ્સ
  • રાજ્ય દ્વારા માન્ય અભ્યાસક્રમ
    સમજવામાં જટિલ વિષયો અનુભવી શિક્ષકો દ્વારા સરળ બનાવાયા

ભારતમાં આ પ્રથમ વખત બન્યું છે કે બાળકો માટે આ પ્રકારના સ્વ-શિક્ષણ વિડિયો ટ્યુટોરિયલ્સ સ્માર્ટ ફોન પર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

Welcome To TMST

તીર્થંકર મહાવીર શ્રુતજ્ઞાન ટ્રસ્ટ (TMST) વ્યક્તિગત ભંડોળથી બનાવેલ ચેરિટેબલ ટ્રસ્ટ છે. અમારો ધ્યેય સરળ છે: ગુજરાતમાં કોઈ પણ બાળક સાધનોની અછત અથવા તેઓ જ્યાં રહે છે ત્યાં અપૂરતી સુવિધાઓને કારણે તેમના શિક્ષણમાં પાછળ ન રહે. અમે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સ્વ-શિક્ષણ સાધનો સીધા તેમના હાથમાં મૂકવા માંગીએ છીએ. તેમને ફક્ત ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેના સ્માર્ટ ફોનની જરૂર છે. તમામ ઈ-લર્નિંગ ટ્યુટોરિયલ વિડિયો કોઈ પણ ખર્ચ વિના ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ખાનગી દાન દ્વારા ભારતમાં ઉપલબ્ધ કરવામાં આવેલી આ પ્રકારની ઇ-લર્નિંગ એપ્લિકેશનમાંની આ પ્રથમ એપ્લિકેશન છે.

અમારું પ્રારંભિક ધ્યેય ગણિત, વિજ્ઞાન અને ધોરણ 5 થી 10 સુધીનું અંગ્રેજી શિક્ષણ છે. અમે ફેબ્રુઆરી 2021 થી ગણિત અને વિજ્ઞાન માટે સ્વ-માર્ગદર્શિત લર્નિંગ વિડિઓ-સોફ્ટવેર રિલીઝ કરવાનું શરૂ કર્યું હતું. અમે તાજેતરમાં નવેમ્બર 2021 માં ધોરણ 5 થી 10 સુધીના અંગ્રેજી, વિજ્ઞાન અને ગણિત વિષયો વધારે વિગત સાથે ઈ-લર્નિંગ ટ્યુટોરિયલ્સ લોન્ચ કર્યા છે. જે વિના મુલ્યે મળી શકશે. જ્યારે આવા કોમર્શિયલ ઇ-લર્નિંગ ટ્યુટોરિયલ્સની કિંમત સેંકડોથી હજારો રૂપિયા થાય છે એ ધ્યાનમાં લેશો. સોફ્ટવેર અભ્યાસક્રમ ગુજરાત રાજ્ય દ્વારા માન્ય અભ્યાસક્રમ પર આધારિત છે.

Why Choose TMST ?

તીર્થંકર મહાવીર શ્રુતજ્ઞાન ટ્રસ્ટ

  • અમારો ધ્યેય છે કે "ગુજરાતનું એકપણ બાળક શિક્ષણની બાબતમાં પાછળ ન રહે"

આ એપ શેના વિશે છે?

  • ધોરણ 5 થી 10 માટે છે.
  • એપ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં છે.
  • આ એપ ત્રણ વિષયો માટે છે:
  • ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વ્યાકરણ

Tutorials કોણે બનાવ્યા?

  • અનુભવી શિક્ષકો અને Graphic Artists દ્વારા બનાવેલ છે.

પ્રશ્ન અને જવાબ

  • પ્રશ્નો અને જવાબો દરેક પ્રકરણના અંતે સમાવવામાં આવેલ છે.

અભ્યાસક્રમ

  • GSEB માન્ય પુસ્તકો અનુસાર

માતાપિતા માટે મદદરૂપ

  • મદદરૂપ કારણ કે તમે એપ્લિકેશનમાં બાળકોની પ્રગતિને ટ્રૅક કરી શકો છો

કોઈપણ ખર્ચ ?

  • એપ્લિકેશન તદ્દન મફત છે.
  • વપરાશકર્તાઓ માટે કોઈ છુપાયેલ ચાર્જ નથી.

Internet Data વપરાશ ?

  • બહુ ઓછો ડેટા વપરાશ.
  • ભાગ્યે જ 200Mb પ્રતિ દિવસ વપરાશ

Internet Connectivity?

  • સતત Internet Access જરૂરી નથી
  • Tutorials તમારા સ્માર્ટ ફોન પર Download કરી શકાય છે.

Graphics and Animation

  • આનંદદાયક અને સમજવામાં સરળ
  • જટિલ વિષયો હવે સરળ બનાવવામાં આવ્યા છે.

“શું આ App અંગ્રેજી માધ્યમનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ માટે પણ સારી છે?”

  • ગુજરાતીમાં આ App English માધ્યમની શાળાના વિદ્યાર્થીઓ માટે કદાચ વધુ ઉપયોગી છે કારણ કે તમામ જટિલ વિષયો જ્યારે મૂળ Gujarati ભાષામાં સમજાવવામાં આવે ત્યારે સમજવામાં વધુ સરળ હોય છે.

Our Courses

અમે 5th, 6th અને 7th ધોરણના ગણિત માટે નીચેની વધારાની video tutorials બનાવી છે જેને App ના ઉપયોગ કર્યા વિના કરી શકાય છે. આ વધારાની video tutorials TMST એપમાં પૂરી પાડવામાં આવેલ સામગ્રી ઉપરાંત છે. કૃપા કરીને 5th – 10th e_લર્નિંગ વિડિયો ટ્યુટોરિયલ્સ માટે અમારી TMST એપ્લિકેશન ડાઉનલોડ કરો.